મોરબી શહેરમાં મતદાર યાદી સંબંધિત BLO કામગીરી દરમ્યાન એક શિક્ષકની તબિયત બગડતા હલચલ મચી હતી. LE કોલેજમાં પ્રોફેસર તેમજ હાલ BLO સુપરવાઈઝર તરીકે સેવાઓ આપી રહેલા મનિષભાઈ જેઠવા આજે સવારે પ્રાંત કચેરી, મોરબી ખાતે ચાલી રહેલી SIR ફોર્મ ચકાસણી દરમિયાન અચાનક અસ્વસ્થ થઈ પડયા હતા.
ઘટનાસ્થળે હાજર કર્મચારીઓ અને અધિકારીઓએ પરિસ્થિતિ જોઈ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી મનિષભાઈ જેઠવાને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર તેમને BP લો થવાના કારણે તબિયત નાદુરસ્ત બની હોવાનું જાણવા મળ્યું છે.











