Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમતદાર સુધારણા કાર્યક્રમમાં સહભાગી થવા લોકોને અપીલ કરતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા

મતદાર સુધારણા કાર્યક્રમમાં સહભાગી થવા લોકોને અપીલ કરતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા

મોરબી : હાલમાં દેશના બાર રાજ્યોની સાથે સાથે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન SIR મતદારયાદી સુધારણાની કામગીરી ચાલુ છે. ત્યારે 5 નવેમબરથી બુથ લેવલ ઓફિસર (BLO) એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર યાદી મુજબના મતદાર પત્રકો મતદારોને પહોંચાડ્યા છે અને હવે વર્ષ 2002 પ્રમાણેની યાદી મુજબ ભરાયેલા ફોર્મ સ્વીકારવાનું કામ બીએલઓ કરી રહ્યા છે અને સાથે સાથે આવેલા ફોર્મ ઓનલાઈન પણ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ભારતના અને મોરબી જિલ્લાના નાગરિક તરીકે મતદારોને પોતાના ફોર્મ બીએલઓને સુપ્રત કરવા અપીલ કરી છે.

પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. તે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. ત્યારે આપણે ભારતના નાગરિક તરીકે અને મતદાર તરીકે આ કાર્યક્રમમાં સહયોગ આપવો જોઈએ. BLO તથા કાર્યકરો જે કામગીરી કરી રહ્યા છે તેમાં પણ સૌએ સહભાગી થવું જોઈએ. આ મતદાર સુધારણા કાર્યક્રમનો આપણા વિસ્તારમાં 100 ટકા અમલ થાય તે માટે જાગૃત બનીએ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments