Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કાલે શુક્રવારે 'જન આક્રોશ, જન હિત માટે' કાર્યક્રમનું...

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કાલે શુક્રવારે ‘જન આક્રોશ, જન હિત માટે’ કાર્યક્રમનું આયોજન

મોરબી: ગુજરાતમાં ધમધમતા ડ્રગ્સ, દારૂ, અને ગાંજા જેવા ગેરકાયદેસર નશીલા પદાર્થોના ધંધાઓ સામે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા તીવ્ર વિરોધ પ્રગટ ક૨વા માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં જન આક્રોશ, જન હિત માટે’ નામના આ કાર્યક્રમ હેઠળ આવેદનપત્ર આપવામાં આવશે.

જેમાં આવતીકાલે તારીખ: ૨૮-૧૧-૨૦૨૫ ને શુક્રવારના રોજ બપોરે ૧૧:00 વાગ્યે, એસ.પી. ઓફિસ, કલેક્ટર ઓફિસ પાસે, શોભેશ્વર રોડ, મોરબી-ર ખાતે આવેદનપત્ર આપવામાં આવશે. જેમાં જોડાવા માટે તમામ શહેર-તાલુકા પ્રમુખો, ફ્રન્ટલ સેલના આગેવાનો અને સામાજિક સંસ્થાઓના સભ્યોને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે


RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments