Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લાની દરેક મામલતદાર કચેરીએ શનિ અને રવિવારે SIR અંતર્ગત મેગા કલેક્શન...

મોરબી જિલ્લાની દરેક મામલતદાર કચેરીએ શનિ અને રવિવારે SIR અંતર્ગત મેગા કલેક્શન કેમ્પ

મોરબી : મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત મોરબી જિલ્લામાં તારીખ 29 અને 30 નવેમ્બર એટલે કે શનિવાર અને રવિવારના રોજ મોરબી જિલ્લામાં આવેલી દરેક મામલતદાર કચેરી ખાતે મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેગા કલેક્શન કેમ્પ અંતર્ગત મતદારોના ગણતરી ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવશે, તેમજ બાકી રહેલા મતદારોનું ગણતરી ફોર્મ સ્વીકારવામાં આવશે. 2002ની યાદીમાં નામ શોધવામાં મદદ કરવામાં આવશે. જો માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ 2002ની યાદીમાં ન હોય તેવા કિસ્સામાં ક્યાં પુરાવા રજૂ કરવા તે અંગેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પ 29 નવેમ્બર ને શનિવારના રોજ બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી અને 30 નવેમ્બર ને રવિવારના રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર 1950 પર સંપર્ક કરવા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments