મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર બંધુનગર નજીક રસ્તો ઓળંગવા માટે ડિવાઈડર પર ઉભેલા રાહદારી અને વળાંક વળી રહેલ ક્રેઇનને કન્ટેનર ટ્રક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી.
વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે પર બંધુનગર નજીક ફરિયાદી વિજયભાઈ જયંતીભાઈ ફેફર રસ્તો ઓળંગવા માટે ડિવાઈડર પર ઉભા હતા ત્યારે જીજે – 36 – એસ – 3569 નંબરની હાઇડ્રો ક્રેઇન ચાલક રામપ્રવેશ ક્રેઇન વળાંક વાળતા હતા. બરાબર આજ સમયે જીજે – 39 – ટીએ – 3002 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે ક્રેઇનને હડફેટે લેતા ક્રેઇનની બુમ ફરિયાદી વિજયભાઈ ઉપર પડતા વિજયભાઈ તેમજ ક્રેઇન ચાલક રામપ્રવેશને ઇજાઓ પહોંચતા કન્ટેનર ટ્રકના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.








