મોરબી : ભારતના ચૂંટણીપંચના નિર્દેશો અનુસાર, મોરબી જિલ્લામાં આગામી તા. 1/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં આ કાર્યક્રમનો ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે, જેમાં બાકી રહેલા મતદારોના ગણતરી ફોર્મ્સ ઝડપથી પરત મેળવી શકાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, મોરબી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
નાગરિકોની સુવિધા માટે મોરબી જિલ્લાના ત્રણેય વિધાનસભા મતવિસ્તાર – 65-મોરબી, 66-ટંકારા અને 67-વાંકાનેર – માં તારીખ 29 અને 30 નવેમ્બર, 2025ના રોજ ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ મતદારોને આ કેમ્પની મુલાકાત લઈને તેમના ફોર્મ્સ જમા કરાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબી વિધાનસભા મતવિસ્તારમાં કુલ 7 સ્થળો પર કેમ્પો યોજાશે. જેમાં તારીખ 29/11/2025 ના રોજ બપોરે 12:00થી સાંજે 05:00 સુધી મામલતદાર કચેરી, માળીયા (મીં), માળીયા (મીં) તાલુકા શાળા, જૂના હંજીયાસર પ્રાથમિક શાળા હળવદ અને વવાણીયા તાલુકા શાળા વવાણીયા (માળીયા મીં) ખાતે કેમ્પ યોજાશે. તારીખ 30/11/2025ના રોજ સવારે 10:00થી સાંજે 05:00 સુધી મામલતદાર કચેરી મોરબી (ગ્રામ), સેવા સદન લાલ બાગ, મોરબી તેમજ મામલતદાર કચેરી મોરબી (શહેર), વેજીટેબલ રોડ મોરબી, તેમજ એમ.એમ. ઓકે. કાસમભાઈના ભંગારવાળાના ડેલા પાસે, તેમજ વી-માર્ટની પાછળ, મોરબી ખાતે કેમ્પ યોજાશે. આ ઉપરાંત, તા. 30/11/2025ના રોજ તમામ નિયત કચેરીઓ/સ્થળો ઉપરાંત વિધાનસભા વિસ્તારના તમામ મતદાન મથકો (બૂથ) ઉપર પણ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં તારીખ 29 નવેમ્બરે બપોરે 12:00થી સાંજે 05:00 સુધી મામલતદાર કચેરી, ટંકારા, રાજકોટ રોડ, ટંકારા અને મામલતદાર કચેરી મોરબી (ગ્રામ્ય), સેવા સદન, લાલ બાગ મોરબી ખાતે તેમજ તારીખ 30/11/2025 સવારે 10:00થી સાંજે 05:00 સુધી મામલતદાર કચેરી, પડધરી તાલુકા ખાતે તેમજ ઉપરોક્ત સ્થળો ઉપરાંત તમામ મતદાન મથકો (બૂથ) પર પણ સુધારણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 4 સ્થળો પર કેમ્પો યોજાશે, જેમાં રાજકોટના અમુક સ્થળોનો પણ સમાવેશ થાય છે. તારીખ 29/11/2025 બપોરે 12:00થી સાંજે 05:00 સુધી મામલતદાર કચેરી, વાંકાનેર, રાજકોટ રોડ, વાંકાનેર અને તાલુકા પંચાયત કચેરી, જકાતનાકા વાંકાનેર ખાતે કેમ્પ યોજાશે. તારીખ 30/11/2025 ના રોજ સવારે 10:00થી સાંજે 05:00 સુધી મામલતદાર રાજકોટ (ગ્રામ્ય) કચેરી, જુની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, આઈ.પી. મિશન સ્કૂલની પાછળ, રાજકોટ ખાતે તેમજ તાલુકા પંચાયત કચેરી- રાજકોટ, ફાસ્ટ ટ્રેક કોર્ટ (નયન મંદિર), જુની કલેક્ટર કચેરી રોડ, જિલ્લા નોંધણી કચેરીની બાજુમાં, રાજકોટ ખાતે આયોજન કરાયું છે.











