Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઘરફોડ ચોરીના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

મોરબીમાં ઘરફોડ ચોરીના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

મોરબી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)/ પેરોલ ફર્લો સ્ક્વોડે છેલ્લા છ વર્ષથી ઘરફોડ ચોરીના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે.

મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2019માં નોંધાયેલ ગુ.ર.નં. 60/2019, કલમ 457, 380, 114 મુજબની ઘરફોડ ચોરી કરનાર આરોપી ઇન્દરસિંહ કાલુસિંહ ભૂરિયા (રહે. મધ્યપ્રદેશ) છેલ્લા 6 વર્ષથી ફરાર હતો. મોરબી LCB/પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીના આધારે મધ્યપ્રદેશમાંથી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સાથે જ, મોરબી જિલ્લા પોલીસે જાહેર જનતાને તેમના રહેણાંક મકાનો અને વ્યવસાયના સ્થળોએ ચોરીના બનાવો અટકાવવા માટે જાગૃત રહેવા અપીલ કરી છે. પોલીસે કિંમતી વસ્તુઓ મજબૂત તિજોરી/બેંક લોકરમાં રાખવા, સારી ગુણવત્તાના રેકોર્ડિંગ સાથેના CCTV કેમેરા ગોઠવવા, ખાનગી સિક્યોરિટી ગાર્ડ રાખવા તેમજ ઘર ધાટીઓ, ભાડૂતો અને ખેત મજૂરોની તમામ માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા મોરબી જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 02822-243479/80 અથવા 112 પર જાણ કરવા અપીલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments