મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અકસ્માતની ફરિયાદ નોંધાઈ હતી જે અકસ્માત અંગેનો કેસ મોરબીની જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યો છે
ફરિયાદ પક્ષના કેસની ટૂંકી હકીકત એવી છે કે, આ કામે નિશાન કંપનીની માઈક્રા ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર : જી.જે ૧૩ સીસી ૬૪૩૩ ના ચાલક આરોપી એ પોતાના હવાલા ની કાર પૂર ઝડપે અને બેફિકરાઈ થી માણસો ની જિંદગી જોખમાય તેમ બેદરકારી ભરી રીતે ચલાવી નીકળી સી.એન.જી રીક્ષા રજીસ્ટ્રેશન નંબર : જી.જે ૩૬ યુ. ૪૩૫૬ ને સામેથી ઠોકર મારી હડફેટે લઈ ફરિયાદીને રોડ ઉપર પછાડી દઈ અકસ્માત સર્જી ફરિયાદી ને પેટ ના ભાગે ચીરો પાડી તથા ડાબા હાથના કાંડા પાસે મુંઢ ઇજા પહોંચાડી તથા સાહેદ આયશાબેન જમણા ખભા પાસે મુંઢ ઈજા પહોંચાડી ગુન્હો કરેલ હોય, બનાવ બન્યા બાબતે આ કામે પડેલ પુરાવાના આધારે ફરિયાદ ફરિયાદી એ મોરબી તાલુકા પો.સ્ટે.માં આપતા, સદરહુ ફરિયાદી ની ફરિયાદ મોરબી તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર નંબર : ૦૯૮૩/૨૦૨૧ થી ક્રિમિનલ પ્રોસીઝર કોડ ની -૨૫૫(૧) અન્વયે ઇન્ડિયન પીનલ કોડ ની કલમ- ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ ની કલમ – ૧૭૭,૧૮૪ મુજબ ની આપતા તેની તપાસ કરી ,તપાસ કરનાર અમલદારે આરોપી ની ધરપકડ કરેલી,લાગતા વળગતા સાહેદો ના નિવેદનો લઈ, આ અંગે નો કેસ અત્રે ના મહે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ સાહેબની કોર્ટ મા શરૂ થયેલો.સદર કામે ફરિયાદ પક્ષ તરફે રજૂ કરવામાં આવેલો પુરાવો ધ્યાને લેતા આરોપી વિરુદ્ધના એવા કોઈ સંજોગો કે જેનો ખુલાસો આરોપી પાસેથી મેળવવો જરૂરી જણાતો હોય તેમ જણાઈ આવતું ન હોવાથી ” સંહીતા ” ની કલમ ૩૧૩ અન્વયે આરોપીનું વિશેષ નિવેદન નોંધવામાં આવેલ ,આરોપી વતી મોરબી જીલ્લા ના યુવા એડવોકેટ શ્રી સુખદેવ આર. દેલવાણીયા રોકાયેલ.
આ કામે ફરિયાદી પક્ષે ફરિયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા તપાસ કરનાર અધિકારી શ્રી વિગેરે ની જુબાની લેવામાં આવેલી. તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરિયાદ પક્ષે ફરિયાદ થી વિરુદ્ધનો અને વિપરીત હકીકત જણાવેલ છે. અને ફરિયાદી પક્ષે સાહેદ ની જુબાની મા સમર્થન આપેલ નથી. આ કામ ના સગાઓ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખિક પુરાવામા ફરિયાદ પક્ષના કેસ ને કે તેમના નિવેદન ને સમર્થન આપેલ નથી. ઉપરોક્ત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી સુખદેવ આર. દેલવાણીયા દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરેલ. જે દલીલના આધારે ઉપરોક્ત કેસ મા નામદાર કોર્ટે આરોપી પક્ષ ના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપી ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.આરોપી તરફે મોરબી જીલ્લા ના યુવા એડવોકેટ સુખદેવ આર. દેલવાણીયા રોકાયેલ હતા.











