Saturday, March 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જીકિયારીમા ગાડા માર્ગ ખુલ્લો રાખવાના આદેશની અવગણના કરનાર પિતા પુત્ર સામે...

મોરબીના જીકિયારીમા ગાડા માર્ગ ખુલ્લો રાખવાના આદેશની અવગણના કરનાર પિતા પુત્ર સામે ગુનો દાખલ

મોરબી : મોરબી તાલુકાના જીકિયારી ગામે ખેતીની જમીનમાં વર્ષો જૂનો ગાડા માર્ગ બંધ કરી દેવામાં આવતા ખેડૂતે મામલતદાર સમક્ષ કરેલી ફરિયાદ બાદ મામલતદારે ગાડા માર્ગ ખુલ્લો રાખવા આદેશ કર્યો હોવા છતાં ખેડૂત પિતા પુત્ર અન્ય ખેડૂતને ચાલવા ન દેતા હોવાથી બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતા ફરિયાદી જયંતીભાઈ શંકરભાઇ બાવરવા ઉ.61 નામના વૃદ્ધ ખેડૂતે આરોપી ભુદરભાઈ ત્રિભોવનભાઇ બાવરવા અને આરોપી ભાવેશ ભુદરભાઈ બાવરવા રહે.બન્ને જીકિયારી ગામ વાળાઓ સર્વે નંબર 102 પૈકીની જમીનમાં ગાડા માર્ગ આવેલ હોવા છતાં ચાલવા દેતા ન હોવાથી મામલતદાર મોરબીની કોર્ટમાં કેસ કરતા મામલતદારે હલણ ખુલ્લું રાખવા આદેશ કર્યો હતો.આમ છતાં બન્ને આરોપીઓ ખેતરમાંથી ગાડા માર્ગ ચાલુ ન રાખતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પિતા પુત્ર વિરુદ્ધ મામલતદારના આદેશનું પાલન ન કરવા સબબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments