મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિ અને માગશર સુદ 11 અગીયારસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગીતાનો સંદેશ સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે તેવો મેસેજ અપાયો હતો. મોરબીના પ્રસિદ્ધ રામધન આશ્રમે મહંત ભાવેશ્વરી માંના સાનિધ્યમાં અગીયારસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્રારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પુરવા આવ્યો હતો. તેમ મુકેશ ભગત યાદીમાં જણાવ્યુ છે.















