Saturday, March 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવાની સાથે નઝરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરો

મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવાની સાથે નઝરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરો

સામાજિક કાર્યકર જયેશભાઈ મકવાણા દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત

મોરબી : મોરબીના જયેશભાઈ મકવાણા દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરીને ઉદ્યોગનગરી મોરબી શહેરને દરરોજ લાંબા અંતરોની પેસેન્જર ટ્રેનોની સુવિધા આપવા તેમજ નજરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરવા જણાવ્યું છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ રેલવે ડિવિઝનના અંડરમાં આવતા મોરબી રેલવે સ્ટેશનને છેલ્લા 25 વર્ષમાં માત્ર મોરબીને માત્ર 3 ડબ્બાની ડેમુ ટ્રેન એક જ પેસેન્જર ટ્રેન આપી છે. મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન અવાર નવાર ખરાબ થઈ જાય છે તેથી ટ્રેનમાં મુસાફરી કરતાં લોકોને ઘણી ટ્રેનો ચુકાઈ જાય છે. તેથી વહેલી તકે મોરબી થી વાંકાનેર ઈલેક્ટ્રીક ડેમુ ટ્રેન શરૂ કરવામાં આવે. ગાંમધીધામ કામખીયા વાયા મોરબી આ પેસેન્જર ટ્રેન અઠવાડિયામાં બે વખત ચલાવવામાં આવે. ગાંધીધામ બાંદ્રા વાયા મોરબી પેસેન્જર ટ્રેનનો સમય 5-6 કલાક વહેલી કરી ડ્રેઈલી ટ્રેન ચલાવવામાં આવે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી ટ્રેનો વાયા મોરબી થઈને ચલાવવામાં આવે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છની લાંબા અંતરની ટ્રેનો, ઓખા રાજકોટ પેસેન્જર ટ્રેનને મોરબી સુધી લંબાવવામાં આવે.

મોરબી શહેરમાં અથવા શહેરના અન્ય સ્થળે રેલવે સાફ સફાઈ મેન્ટેન્સ ડિપાર્ટમેન્ટ યાર્ડ બનાવવામાં આવે. નજરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ બાબતે રજૂઆત કરાઈ છે કે, આ અંગે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. હાલમાં જે સાઈડ પ્લેટફોર્મ છે તેની સામેની સાઈડ નવું પ્લેટફોર્મ બનાવવામાં આવે. નજરબાગ રેલવે સ્ટેશન પાસે ખૂબ જ જગ્યા હોવાથી બે થી ત્રણ પેસેન્જર ટ્રેનો પણ પડી રહે તેમ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments