Saturday, March 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દારૂના દુષણને કડક હાથે ડામી દેવા અનુ.જાતિના આગેવાનો મેદાને

મોરબીમાં દારૂના દુષણને કડક હાથે ડામી દેવા અનુ.જાતિના આગેવાનો મેદાને

એસપીને આવેદન આપી અનુ.જાતિ વિસ્તારોમાં દારૂના અડ્ડા બંધ કરાવવા તેમજ બુટલેગરો અને અધિકારી તેમજ નેતાઓ સામે પણ કાર્યવાહીની માંગ કરી

મોરબી : ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના દારૂના અડ્ડાઓ મામલે પોલીસ અને ગૃહમંત્રી સામે આકરા પ્રહારો બાદ હવે આ દારૂબંધીનો સમગ્ર મામલો હોટ ટોપિક બની ગયો છે. ત્યારે હવે મોરબીમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા અનુ.જાતિના આગેવાનો મેદાને આવ્યા છે અને મોરબી જિલ્લામાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે અનુસૂચિત જાતિના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે. જેમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટનો સખત અમલ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનેગારો તેમજ સંભવિત પોલીસ અધિકારીઓ રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.

અનુસૂચિત સમાજના આગેવાનોએ જણાવ્યું કે મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિ વિસ્તારોમાં દારૂ, જુગાર અને ડ્રગ્સનું દૂષણ ખૂબ જ વધી ગયું છે. યુવાનો આ રવાડે ચડીને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે, જેના કારણે અનેક બહેન-દીકરીઓના જીવન પર સંકટ આવ્યું છે. આ વિસ્તારના લોકો ઓછા ભણેલા અને કાયદાથી અજ્ઞાત હોવાથી ગેરકાયદેસર વેપાર સરળતાથી ફૂલીફાલી રહ્યો છે. રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સત્તાવાર ફરિયાદો છતાં કેટલાક પોલીસ અધિકારીઓ અને સ્થાનિક રાજકીય નેતાઓના સંદિગ્ધ સંપર્કોને કારણે બુટલેગરો બચી જાય છે. ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949નો તાત્કાલિક અને સખત અમલ થાય. તેમજ અનુસૂચિત જાતિ વિસ્તારોમાં ખાસ કોમ્બિંગ કરી દારૂ અને ડ્રગ્સનું વેચાણ તાત્કાલિક બંધ કરવામાં આવે. સંદિગ્ધ પોલીસ અને રાજકીય વ્યક્તિઓ સામે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે. બુટલેગરો અને ડીલરોની નેટવર્કને તોડવા માટે જરૂરી દરોડા, જપ્તી, અને FIR જેવી કાર્યવાહી કરવામાં આવે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments