Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેરી વિસ્તારમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ ૩૦ ડિસેમ્બર  સુધીમાં હયાતીની...

મોરબી શહેરી વિસ્તારમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ ૩૦ ડિસેમ્બર  સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ સહાય મેળવતા લાભાર્થીઓએ દર વર્ષે હયાતીની ખરાઈ કરવાની હોય છે. જે અન્વયે આ યોજનાઓ લાભ લેતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓએ આગામી ૩૦/૧૨/૨૦૨૫ સુધીમાં સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન અને સાંજે ૦૩:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ ખાતે હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. હયાતીની ખરાઈ કરાવવા માટે જરૂરી આધાર પુરાવા જેવા કે, ગંગા નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના સહાયના હુકમની નકલ, આધારકાર્ડની નકલ તેમજ બેંક પાસબુક જેવા જરૂરી સાધનિક કાગળો સાથે લાવવા મોરબી મામલતદારશ્રી શહેરની યાદીમાં જણાવાયું છે.

 

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments