Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર નજીક ટ્રકે સાયકલને હડફેટે લેતા દાદાનું મોત, પૌત્રને ઇજા

વાંકાનેર નજીક ટ્રકે સાયકલને હડફેટે લેતા દાદાનું મોત, પૌત્રને ઇજા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસર ગામની ચોકડી નજીક બેફામ ગતિએ દોડતા ટ્રકે ચાલકે સાયકલ લઈને જઈ રહેલા દાદા અને પૌત્રને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં દાદાનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે બે વર્ષના પૌત્રને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના પેટલાવડ ગામના વતની જગદીશભાઈ અંબારામભાઈ ભાંબરે સીટી પોલીસ મથકમાં જીજે – 12 – બીઝેડ – 9723 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.29ના રોજ બપોરના સમયે ફરિયાદીના પિતા આંબારામભાઈ તેમના બે વર્ષના પૌત્ર લક્કીને લઈ સાયકલ પર જતાં હતાં ત્યારે પંચાસર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા આંબારામભાઈ ભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે લક્કીને મૂંઢ ઇજાઓ થઈ હતી.બનાવ બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો.અકસ્માતના આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments