Tuesday, March 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામધામમાં નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો 305 દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામધામમાં નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો 305 દર્દીઓએ લાભ લીધો

143 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરાયા

મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.4-12-2025 ને ગુરુવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 305 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત 143 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.

પ્રવર્તમાન માસનો કેમ્પ દોશી હાકેમચંદ કેશવલાલ (હ.લલીતભાઈ) પરિવારના સહયોગથી યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ખાતે ગત 50 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 14098 લોકોએ લાભ લીધો છે. તેમજ કુલ 6400 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમાં કુલ 305 લોકોએ લાભ લીધો હતો. તેમજ 143 લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ ધામ મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી-9825082468, નિર્મિતભાઈ કક્કડ-9998880588, હરીશભાઈ રાજા-9879218415, અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments