Tuesday, March 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિદેશી સાથે બે ઝડપાયા, એક ફરાર

મોરબીમાં વિદેશી સાથે બે ઝડપાયા, એક ફરાર

મોરબી : મોરબી શહેરના કાલિકા પ્લોટ, શોભેશ્વર રોડ અને પીપળી ગામની સીમમાં પોલીસે વિદેશી દારૂના ત્રણ અલગ અલગ દરોડા પાડી બે આરોપીઓને પકડી પાડયા હતા. જ્યારે એક દરોડામાં પીપળી ગામે રહેણાંકમાં દરોડો પાડવામાં આવતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ આરોપી હાથ લાગ્યો ન હતો.

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમાંથી આરોપી રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા રહે.સાયન્ટિફિક રોડ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 979 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં શોભેશ્વર રોડ પર આરોપી જયેશભાઇ ઉર્ફે અભો કનુભાઈ મકવાણાના રહેણાંકમાં દરોડો પાડતા આરોપીના રહેણાંકમાંથી વિદેશી દારૂની 13 બોટલ અને 12 બિયરના ટીન કિંમત રૂપિયા 19,540 મળી આવ્યા હતા.પરંતુ આરોપી હાજર મળી આવ્યો ન હતો. જ્યારે ત્રીજા દરોડામાં તાલુકા પોલીસે પીપળી ગામની સીમમાં શિવપાર્ક સોસાયટીમાં દરોડો પાડી આરોપી બીપીનભાઈ હિમતભાઈ મહેતાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments