Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પાટીદાર કરિયર એકેડમીના 15 વિદ્યાર્થીઓ બન્યા લોકરક્ષક

મોરબીમાં પાટીદાર કરિયર એકેડમીના 15 વિદ્યાર્થીઓ બન્યા લોકરક્ષક

મોરબીમાં પાટીદાર કરિયર એકેડમીમાં તાલીમ મેળવી રહેલા 15 વિદ્યાર્થીઓ લોકરક્ષક દળની ભરતીમાં સિલેક્ટ થયા છે. જેમાં 7 યુવાનો અને 8 યુવતીઓનો સમાવેશ થાય છે. તેઓ ઉપર હાલ ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય રોડ ઉપર શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ ખાતે પાટીદાર કરીયર એકેડમી કાર્યરત છે. જ્યાં જીપીએસસી, પોલીસ ભરતી, કોમ્પ્યુટ કલાસ સહિતની તાલીમ અપાઈ છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે અહીં વર્ગો શરૂ કરવામાં આવે છે. પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને માત્ર રૂ.1ના ટોકન દરે અહીં તમામ પ્રકારની તાલીમ અપાઈ છે.

તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળની જે પરીક્ષા લેવાય હતી. તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ એકેડમીના 15 વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. જેમાં નૈમીષ વસિયાણી, સાહિલ કાસુન્દ્રા, વિશ્વરાજ દેત્રોજા, સાવન મેંદપરા, રાજન લો, હિરેન દાવા, શિવાંગી ભાલોડિયા, ભક્તિ સાધરકીયા, ઋત્વિ વસિયાણી, ભાગ્યશ્રી ડઢાણીયા, સંતોષ આદ્રોજા, નિશા સોરીયા, માનસી સુરાણી, નેન્સી કાસુન્દ્રા, ધ્રુવી દેત્રોજાનો સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓની આ સફળતા બદલ તેમને શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, પાટીદાર કરીયર એકેડમીના ચેરમેન એ.કે.પટેલ, કો-ઓર્ડીનેટર શીતલબેન આદ્રોજાએ શુભકામનાઓ પાઠવી છે. જે કોઈ વિદ્યાર્થીઓ તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છતા હોય તેઓને મો.નં.9909060161 ઉપર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments