Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiગાંધીધામમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત કરાટે સ્પર્ધા યોજાઈ

ગાંધીધામમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત કરાટે સ્પર્ધા યોજાઈ

મોરબી : દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫” નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બર થી જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ છે.

“સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫” ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા તા.૦૫/૧૨/૨૦૨૫, શુક્રવારે ગાંધીધામ શહેરના સ્પોર્ટસ સંકુલ ખાતે કરાટે સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિવિધ સ્પર્ધાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા…

આ પ્રસંગે ગાંધીધામ શહેર ભા.જ.પા પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર, મહામંત્રી શ્રી મનોજભાઈ મુલચંદાણી, ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ, ડી.એસ.ડી.ઓ કચ્છ શ્રી જ્યોતીબેન ઠાકુર, કચ્છ કરાટે ફેડરેશનના સન્નીભાઈ બુચીયા અને પિયુષભાઈ શ્રીવાસ્તવ તથા બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments