મોરબી : પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ મોરબી દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશો ફેલાવતા શાંતિ રથનું મોરબીમાં આગમન થયું છે. આ શાંતિ રથ મોરબીમાં બે દિવસ રહી વિવિધ માર્ગો પર ફરશે અને શાંતિનો સંદેશ પાઠવશે.
પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા આગામી 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપિલ’ પ્રોગ્રામનું અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે. આ પ્રોગ્રામના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાઈ એવા શુભ હેતુથી આખા ગુજરાતમાં એક શાંતિ રથ ગામો ગામ ફરી રહ્યો છે. લોકોને આ અશાંતિના વાતાવરણમાંથી બહાર નીકળી, શાંત ચિત બની, પોતાનું મન શાંત બને અને સમગ્ર વિશ્વમાં શાંતિનું દાન આપે એવા હેતુથી બે દિવસથી આ શાંતિ રથ મોરબીમાં ફરી રહ્યો છે, અને લોકોમાં વિશ્વ શાંતિ માટે જાગૃતિ ફેલાવી રહ્યો છે.
















