Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બાળકનું ટ્રકના ટાયરના જોટા નીચે કચડાઈ જતા મોત

મોરબીમાં બાળકનું ટ્રકના ટાયરના જોટા નીચે કચડાઈ જતા મોત

ટ્રક ચાલકે બેફિકરાઈથી ટ્રક રિવર્સમાં લેતા અકસ્માત સર્જાયો

મોરબી : મોરબીના ભડિયાદ કાંટા નજીક વિચિત્ર અકસ્માતમાં ટ્રક ચાલકે બેફિકરાઈથી પાછળ જોયા વગર ટ્રક ચલાવતા કુદરતી હાજતે બેઠેલા બાળકનું ટ્રકના ટાયરના જોટા નીચે કચડાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.

મોરબી શહેરના ભડિયાદ કાંટા નજીક રામદેવપીરના મંદિર પાસે રહેતા ફરિયાદી ભુપતભાઇ મગનભાઈ કણસાગરાએ જીજે – 03 – એટી – 2379 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.5ના રોજ સવારના સમયે તેમનો પૌત્ર હાર્દિક અજયભાઇ કણસાગરા ઘર નજીક કુદરતી હાજતે બેઠો હતો ત્યારે આરોપી ટ્રક ચાલકે પાછળ જોયા વગર બેફિકરાઈથી ટ્રક ચલાવતા હાર્દિક ટ્રકના ટાયરના જોટામાં કચડાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments