Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ ના સુખપર નજીક કેનાલમાંથી ચોરી થયેલ ઇલેક્ટ્રીક મોટર નંગ- ૪ ચોરીનો...

હળવદ ના સુખપર નજીક કેનાલમાંથી ચોરી થયેલ ઇલેક્ટ્રીક મોટર નંગ- ૪ ચોરીનો ગુનો ગણતરીની કલાકોમાં ડીટેકટ કરતી હળવદ પોલીસ

મયુર રાવલ હળવદ

બે આરોપી સહીત ૬૦ હજારનો મુદામાલ રીકવર કર્યો

હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં આવેલ ધ્રાંગધ્રા બ્રાંચ ની નમૅદા કેનાલ પાસે ખેડૂતે મુકેલ ચાર ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરી નાસી ગયા હતા જે બાબતે હળવદ પોલીસે ૬૦,૦૦૦ ની મત્તાની ચોરી ની સુખપર ગામે રહેતા રમેશભાઈ સોંડાભાઈ પરમારે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જે અનુસંધાને હળવદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ ની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો અનડિટેકટ રહેલ ગુનાઓ ડિટેકટ કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન તા.૦૬/૧૨/૨૦૨૫ ના રોજ પોલીસ સ્ટેશનમાં સુખપર ગામની સીમમાં નર્મદા કેનાલમાં ફરીયાદી રમેશભાઇ સોંડાભાઇ પરમાર/કારડીયા રાજપુત રહે ગામ શક્તિનગર સુખપર તા.હળવદ જી.મોરબી તથા અન્ય સાહેદો-૩ નાએ રાખેલ ઇલેક્ટ્રીક મોટર નંગ-૪ જેની કિ.રૂ ૬૦,૦૦૦/- નો મુદામાલ ચોરી થયેલ હોવાનો અનડિટેકટ ગુનો દાખલ થતા મળેલ બાતમીના આધારે કવાડીયા ચેકપોસ્ટ ખાતેથી બે ઇસમોને છકડો રીક્ષામાં ઇલેક્ટ્રીક મોટર નંગ-૪ જેની કિ.રૂ ૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પકડાયેલ આરોપીના નામ,
(૧) મનોજ દિનેશભાઇ ધાંગધરીયા/દેવીપુજક રહે ધાંગધ્રા જડેશ્વર મંદિરની પાછળ ઝુપડામાં તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર
(૨) જગદીશ ભુપતભાઇ ઓગણીયા/દેવીપુજક હાલ રહે ધાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળની પાછળ ચંદુભાઇ સતવારાની વાડીમાં તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર મુળ રહે ગામ ખોરજ દેવીપુજકવાસ તા.સાણંદ જી.અમદાવાદ
પકડવાના બાકી આરોપી નામ.
(૧) જીતેશ માધુભાઇ ચોવસીયા પરમાર/દેવીપુજક રહે.ગામ સરા તા.મુળી જી.સુરેન્દ્રનગર,કબ્જે કરેલ મુદામાલની વિગત,
(૧) ઇલેક્ટ્રીક મોટર (દેડકા) નંગ ૪ જેની કિ.રૂ ૬૦,૦૦૦/- ચોર મુદામાલ
(૨) એક છકડો રીક્ષા રજી.નંબર GJ 03 AU 7123 જેની કિ.રૂ ૫૦,૦૦૦/- ડિટેકટ કરેલ ગુનો..
(૧) હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ

સમગ્ર કામગીરી માં હળવદ પીઆઈ આર.ટી.વ્યાસ, એચ.એન.ગઢવી પીએસઆઇ,અજીતસિંહ સિસોદીયા, ગભરૂભાઇ જીડીયા, દિનેશભાઇ બાવળીયા, વિજયભાઇ ચાવડા. દેવેન્દ્રસિંહ ઝાલા, વનરાજસિંહ રાઠોડ, હરવિજયસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, સાગરભાઇ કુરીયા, સંજયભાઇ લકુમ તથા યુવરાજસિંહ જાડેજા વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments