Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ઔદ્યોગિક અને ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગના વિસ્તારોમાં કાલે વિજકાપ

મોરબી ઔદ્યોગિક અને ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગના વિસ્તારોમાં કાલે વિજકાપ

મોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ અને ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે તારીખ 10/12/2025ને બુધવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી પગલે વીજકાપ રહેશે.

મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના કેરાળાજેજીવાય, રાજા, એરિકોન, એલિક્સ, લેમિના,વેલજોન બધા ઇન્ડ. ફીડર સવારે 8 થી બપોરનાં 5 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા હરીપર, કેરાળા ગામ તેમજ સદર ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના લખધીરપુર સબસ્ટેશનમાંથી નીકળતા તમામ ઔદ્યોગિક ફીડર સવારે 7:00 થી સાંજે 5:00 સુધી તેમજ પાનેલી સબસ્ટેશનમાંથી નીકળતા તમામ JGY અને ખેતીવાડી ફીડર સવારે 7:00 થી સાંજે 4:00 સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments