Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાની ઢોર પકડ કામગીરી પર આક્ષેપ: ગાયોને વધુ અને નંદીઓને બાકાત...

મોરબી મનપાની ઢોર પકડ કામગીરી પર આક્ષેપ: ગાયોને વધુ અને નંદીઓને બાકાત રાખવાનો આરોપ

મોરબી મહાપાલિકાની ઢોર પકડ કામગીરી સામે અનેકવાર પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ કામગીરીમાં નંદીને બદલે વધુ પ્રમાણમાં ગાયોને જ પકડવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

મોરબી મનપાની ઢોર પકડવાની કામગીરી પર આક્ષેપો કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબી મનપા દ્વારા માત્ર ગૌમાતા અને વાછરડીને જ વધુ પ્રમાણમાં પકડવામાં આવે છે. જ્યારે નંદીઓ શહેરના અનેક વિસ્તારોમાં રઝળતા જોવા મળે છે. આ ગૌમાતા અને વાછરડીને પકડીને હળવદ અને સમલી રાખવામાં આવે છે. જેથી પશુ પાલકોને ગૌમાતા અને વાછરડીને છોડાવવા દંડ ઉપરાંત ભારે જહેમત ઉઠાવી પડે છે. જેથી એવી માંગ છે કે મહાપાલિકા દ્વારા નંદીને પણ પકડવામાં આવે. ઉપરાંત જે ગાયોને પકડવામાં આવે છે. તેને મોરબી નજીકના વિસ્તારમાં જ રાખવામાં આવે. જેથી પશુપાલકોને સરળતા રહે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments