Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સાયબર ફ્રોડ માટે ‘મ્યુલ એકાઉન્ટ’ ભાડે આપનાર 15 આરોપીઓ સામે પોલીસની...

મોરબીમાં સાયબર ફ્રોડ માટે ‘મ્યુલ એકાઉન્ટ’ ભાડે આપનાર 15 આરોપીઓ સામે પોલીસની કાર્યવાહી શરૂ

મોરબી : આજના સમયમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ વધ્યા છે ત્યારે માફિયાઓ દ્વારા સાયબર ફ્રોડમાં ભોગ બનનાર પાસેથી ઓનલાઈન નાણાં મેળવી ભાડાના બેન્ક એકાઉન્ટમાં આવા નાણા જમા કરાવી મ્યુલ એકાઉન્ટ તરીકે ઓળખાતા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય મોરબી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ઊંડી તપાસ બાદ મોરબીમાં નજીવી રકમની લાલચમાં આવા બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર 15 આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડીવીઝન અને બી ડિવિઝન પોલીસ મથકમાં અલગ અલગ 15 ફરિયાદ નોંધાવી છે અને હજુ પણ આવી ફરિયાદો નોંધવાનો સિલસિલો ચાલુ રહેવાના સંકેત મળી રહ્યા છે.

મોરબી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ફ્રોડ મામલે દેશભરમાં નોંધાઇ રહેલ ફરિયાદોના મૂળમાં મ્યુલ બેન્ક એકાઉન્ટ ધારકો નજીવી રકમની લાલચે પોતાના બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા થયે આવી રકમ ચેક અથવા એટીએમથી ઉપાડી અન્ય વ્યક્તિને રોકડ કે, બેન્ક ટ્રાન્સફર કરતા હોવાની તપાસ બાદ મોરબી સીટી એ ડીવીઝન અને બી ડિવિઝન પોલીસ મથકમાં અલગ અલગ ચાર ફરિયાદ નોંધાવી છે. જેમાં પ્રથમ ફરિયાદમાં સીટી બી ડિવિઝન પોલીસે આરોપી યશપાલ જિતેન્દ્ર દવે અને આરોપી રજનીકાંત કાંતિલાલ પટેલ રહે. અરુણોદય નગર, સામાકાંઠા વિસ્તાર મોરબી વાળા તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ એજન્ટ બનાવી સાયબર ફ્રોડન નાણાં જમા કરાવવા મામલે ગુન્હો દાખલ કર્યો હતો. બીજી ફરિયાદમાં સાયબર ક્રાઈમ પોલીસે બી ડીવીઝન પોલીસ મથકમાં વર્સ વિજેન્દ્રસિંઘ ધામા રહે.કર્ણાવતી હોટલ પાસે, મોરબી, આયુષરાજસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા રહે. અનંતનગર મોરબી તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ સાયબર ફ્રોડના નાણાં બેંકના જમા કરાવી મદદગારી કરવા બદલ ગુન્હો દાખલ કર્યો હતો.

જ્યારે ત્રીજા બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે એ ડીવીઝન પોલીસ મથકમાં આરોપી ભરત પરસોતમ બારડ રહે.નવલખી રોડ, રોહિત બચુભાઇ મુંજારિયા રહે.રવાપર ગામ, રાહુલ બચુભાઇ મુંજારીયા રહે.રવાપર ગામ, રાજા રામભાઈ મકવાણા રહે.દલવાડી સર્કલ, લક્ષ્મણ ભરવાડ રહે.વાવડી રોડ અને મનીષભાઈ ડાયાભાઈ દોશી રહે.નવા બસસ્ટેન્ડ તેમજ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ સાયબર ફ્રોડના નાણાં પોતાના બેન્ક ખાતામાં જમા કરાવી એટીએમથી કે અન્ય માધ્યમથી ઉપાડી મદદગારી કરવા સબબ ફરિયાદ નોંધાવી હતી. સાથે જ ચોથા બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસ એ ડીવીઝન પોલીસમાં આરટીઓ એજન્ટ આનંદ સોમાભાઈ હળવદીયા, કરણ સોમાભાઈ હળવદીયા રહે.આનંદનગર શનાળા રોડ મોરબી તેમજ વિપુલ રામજીભાઈ ગડા રહે.અંધેરી મુંબઈ અને આરોપી હેમુભાઈ રહે.અમદાવાદ વાળા વિરુદ્ધ સાયબર ફ્રોડના નાણાં બેંકમાં જમા કરાવી ઉપાડી અન્ય ઇસમોને રોકડ કે બેન્ક મારફત આપવા સબબ મદદગારી મામલે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. હજુ પણ આગામી દિવસોમાં સાયબર ક્રાઈમ દ્વારા આવી ફરિયાદો નોંધવા આરોપીઓને તેડા મોકલાયાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments