Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશ્રદ્ધા, આસ્થા જ નહીં વ્યસન મુક્તિનું પણ કેન્દ્ર એટલે મોરબીના મધુપુરનું મેલડીધામ

શ્રદ્ધા, આસ્થા જ નહીં વ્યસન મુક્તિનું પણ કેન્દ્ર એટલે મોરબીના મધુપુરનું મેલડીધામ

મોરબી : મોરબી તાલુકાના મધુપુર ગામે મેલડી માતાજીનુ મંદિર એટલે કે મેલડીધામ ભાવિકોની ભારે શ્રદ્ધા અને અસ્થાનું પવિત્ર સ્થળ છે. આ મેલડીધામમાં સાક્ષાત માતાજી હાજરાહજુર છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે તેવી અતૂટ શ્રદ્ધા દરેક ભાવિકોના મનમાં છે.આથી મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુઓ મહામાયા મેલડી માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને માતાજીના દરબારમાં માતાજી સમક્ષ શીશ ઝુકાવે છે.

મેલડીધામ મંદિરે આવતા શ્રદ્ધાંળુંઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષોથી અનક્ષેત્ર ચલાવવામાં આવે છે રવિવારના દિવસે અહીંયા માતાજીની મહા આરતી હવન સાથે મહાપ્રસાદની વિવસ્થા કરવામાં આવે છે ત્યારે હજારોની સંખ્યામાં અહીંયા ભાવિકો માતાજીના દર્શન કરીને પ્રસાદ લેતા હોય છે. અહીંયા માતાજીના અનેક પરચાઓ છે એવી લોક મુખે ચર્ચાઓ કરવામાં આવે છે

મેલડીધામ મધુપુરએ અત્યારે ભાવિકો માટે એક વ્યશન મુક્તિનું કેન્દ્ર પણ બની ગયું છે. અહીંયા હજારો લોકોએ દારૂ જેવા વ્યશનમાંથી મુક્તિ મેળવેલ છે .વ્યશન કરતા લોકોનું કહેવું છે કે મધુપુર ખાતે મેલડી માતાજીના દર્શન કર્યા બાદ કોઈપણ. પ્રકારના વ્યસન કરવાની ઈચ્છા પણ થતીનથી દારૂ જેવું દુષણનો કાયમી માટે નાશ થતો હોય છે. મેલડીધામ મધુપુર ખાતે દર રવિવારે માનવ મહેરામણ ઉમટી પડે છે આ કલિયુગ માં પણ મહામાયા માં મેલડી. સાક્ષાત મધુપુર ગામે બિરાજમાન છે એવી લોક મુખે વાતો થાય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments