Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રાજપર રોડ પર વાડામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીના રાજપર રોડ પર વાડામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી શહેરની ભાગોળે શનાળા રાજપર રોડ પર વાડામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી મોટા પ્રમાણમાં દારૂ વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 106 બોટલ સાથે એક આરોપીને ઝડપી લઈ રૂ.1.17લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ સપ્લાય કરનાર રાજસ્થાનમાં શખ્સનું નામ ખોલાવવામાં સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, શનાળા રાજપર રોડ પર આવેલ એક વાડામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી આરોપી પિન્ટુ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલા ઉ.29 રહે.પટેલ સમાજ વાડી સામે, શનાળા વાળો દારૂનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા વાડામાંથી વિદેશી દારૂની 106 બોટલ કિંમત રૂ.1,17, 342 મળી આવી હતી.આરોપીની પૂછતાછમાં રાજસ્થાનના વતની આરોપી દેવેન્દ્રસિંહ પ્રતાપસિંહ પાસેથી દારૂનો જથ્થો મેળવ્યાનુ કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments