Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પ્રખર સાહિત્યકારની દીકરી પલકે ગાયન સ્પર્ધામાં બીજો નંબર મેળવી પિતાનું નામ...

મોરબીના પ્રખર સાહિત્યકારની દીકરી પલકે ગાયન સ્પર્ધામાં બીજો નંબર મેળવી પિતાનું નામ રોશન કર્યું

મોરબી : મોરબીના પ્રખર સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાની પ્રેમાળ પુત્રી પલક બરાસરાએ પિતાના નકશે કદમ ઉપર ચાલી ભણતરની સાથે કલાજગતમાં પણ શ્રેષ્ઠ કૌવત બતાવી મોરબી જીલ્લા કક્ષા કલા ઉત્સવમાં ગાયન સ્પર્ધામાં દ્વિતય નંબરે વિજેતા થઈને પિતાનું નામ રોશન કર્યું છે.

શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને GCERT ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી અને બી.આર.સી હળવદ સંચાલિત મોરબી જીલ્લા કક્ષા કલા ઉત્સવ ૨૦૨૫ ગત ૧૨ ડિસેમ્બરના રોજ બી.આર.સી ભવન હળવદ મુકામે યોજાયેલ જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગાયન સ્પર્ધામાં મોરબી ની સાર્થક વિદ્યામંદિર ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી બરાસરા પલક અશ્વિનભાઇ એ જીલ્લા કક્ષાએ બીજો નંબર મેળવીને સમસ્ત પ્રજાપતિ સમાજ અને વિદ્યાલયનું ગૌરવ વધારેલ છે. જે બદલ સંચાલક કિશોરભાઈ શુકલા તેમજ ટ્રસ્ટી મંડળ અને શિક્ષકો અને પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments