Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશહીદ ગણેશભાઈ પરમારના પરિવારને શ્રી ખોડીયાર રામામંડળ રાસંગપર દ્વારા રૂ.1.51 લાખની આર્થિક...

શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને શ્રી ખોડીયાર રામામંડળ રાસંગપર દ્વારા રૂ.1.51 લાખની આર્થિક સહાય

મોરબી: દેશની સેવામાં વીરગતિ પામેલા મોરબીના સપૂત, શહીદ વીર ગણેશભાઈ મનસુખભાઈ પરમારના પરિવારને આઈ શ્રી ખોડીયાર રામામંડળ રાસંગપર દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આર્થિક સહાય કરવામાં આવી છે. રામામંડળના સભ્યોએ શહીદ ગણેશભાઈના પરિવારની મુલાકાત લઈ તેમને શાંત્વના પાઠવી હતી. તેમજ શહીદ વીરની શહાદતને બિરદાવતા અને પરિવારને ટેકો આપવાના ઉમદા હેતુથી, રામામંડળે શ્રદ્ધાંજલિ રૂપે રૂ. 1,51,000 નું આર્થિક યોગદાન આપીને શહીદ પરિવાર પ્રત્યેની તેમની ફરજ નિભાવી હતી. શ્રી ખોડીયાર રામામંડળ રાસંગપરનું આ કાર્ય સામાજિક જવાબદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments