Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર શરૂ, 2,000 ખેડૂતોએ મગફળી વેચી

મોરબીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર શરૂ, 2,000 ખેડૂતોએ મગફળી વેચી

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા સહિત અગ્રણીઓએ ખરીદ કેન્દ્રની લીધી મુલાકાત

મોરબી : મોરબી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર શરૂ કરાયું છે, જેના થકી ખેડૂતોને તેમના મગફળીના પાકનો યોગ્ય ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેમાં અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ 3563 ખેડૂતોએ મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે, જેમાંથી અત્યાર સુધી 2,000 ખેડૂતોએ ટેકાના ભાવનો લાભ લઈ પોતાની મગફળીનું વેચાણ કરી દીધું છે.

આજરોજ આ ખરીદી કેન્દ્રની મુલાકાત પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે મોરબી-માળિયા પ્રોસેસિંગના પ્રમુખ બાબુભાઈ ઉઘરેજા, માળિયા તાલુકા સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવા સાહેબ, તેમજ ગુજકોમાસોલના અધિકારીઓ અને સંઘના મેનેજર ઉત્સવભાઈ રામાવત પણ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments