Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં હવે ટ્રાફિકને અડચણરૂપ પતંગ-દોરાના સ્ટોલ સામે થશે કાર્યવાહી

મોરબીમાં હવે ટ્રાફિકને અડચણરૂપ પતંગ-દોરાના સ્ટોલ સામે થશે કાર્યવાહી

પતંગ-દોરાના સ્ટોલ માટે 13 જાન્યુઆરી સુધી મહાનગરપાલિકામાં અરજી કરવાની તાકીદ

મોરબી : મકરસંક્રાતિના તહેવાર દરમિયાન મોરબી શહેરી વિસ્તારમાં પતંગ, દોરા તેમજ અન્ય તહેવારી ખરીદી વેચાણને શુગમ બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત સ્થળોએ સ્ટોલ લગાવવાની મંજૂરી આપવામાં આવશે. સ્ટોલ માટે મોરબી મહાનગરપાલિકા કચેરીમાં અગાઉથી લેખિત અરજી કરવાની રહેશે.

અરજીમાં અરજદારે પોતાનું ઓળખ પત્ર, વ્યવસાય સંબંધિત જરૂરી લાયસન્સ, સ્ટોલ લગાવવાની ચોક્કસ જગ્યા અને ઉપયોગ માટેની વિગતો રજૂ કરવાની રહેશે. અરજી ચકાસણી બાદ મોરબી મહાનગરપાલિકા દ્વારા યોગ્ય તપાસ કરીને મંજૂરી આપવામાં આવશે. મંજૂર થયેલી અરજી માટે નક્કી કરેલી ફી ભરી રસીદ મેળવી લેવાની રહેશે. આ ઉપરાંત મંજૂરીની નકલ મંજૂર થયેલ જગ્યાએ જાહેરમાં પ્રદર્શિત કરવાની રહેશે. આ માટે તારીખ 13 જાન્યુઆરી સુધી મહાનગરપાલિકા દ્વારા અરજી સ્વીકારવામાં આવશે. મહાનગરપાલિકાની મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ વેપાર કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments