Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા વાહનોને રોડ સેફ્ટીનું માર્ગદર્શન અપાયું

ટંકારામાં આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા વાહનોને રોડ સેફ્ટીનું માર્ગદર્શન અપાયું

ટ્રેકટર, રિક્ષા, ટ્રક અને પિકઅપ સહિતના વાહનોમાં રેડિયમ લગાડવામાં આવ્યા

મોરબી : મોરબી RTO અને પોલીસ વિભાગ દ્વારા ટંકારામાં ઉમાં કોટન ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે જ અહીં આવતા ટ્રેકટર, રિક્ષા, ટ્રક અને પિકઅપ સહિતના વાહનોને રેડિયમ લગાડવામાં આવ્યા હતા અને ડ્રાઇવરોને રોડ સેફ્ટી અંગે સમજ આપવામાં આવી હતી.

જિલ્લામા માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે જિલ્લા માર્ગ સલામતી સમિતીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા સતત સક્રિય કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ, સ્કૂલોમા સેમિનાર, ગ્રામ સભા વગેરેનો સમાવેશ થાય છે. ઉમા કોટન ટંકારા ખાતે માંડવીની ખરીદી કરવામાં આવી રહી છે, જેથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પાકને લઈને ટ્રેક્ટર મારફતે અહી આવે છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય માર્ગ અકસ્માત ન સર્જાય તે માટે ટ્રેક્ટર ચાલકોને માર્ગ સલામતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ ઉપરાંત અહીં આવેલા લગભગ 77 જેટલા ટ્રેકટર ટ્રેઇલરમા રેડિયમ લગાડવામાં આવ્યા હતા. મોટર વાહન અધિનિયમ ના સેક્શન 110 અને કેન્દ્રીય મોટર વાહન નિયમ 104મા રેડિયમ લગાડવાની જોગવાઈ કરવામાં આવેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments