Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના ઘનશ્યામપુર માં ખેડૂતોએ કર્યો રસ્તો ચક્કાજામ

હળવદના ઘનશ્યામપુર માં ખેડૂતોએ કર્યો રસ્તો ચક્કાજામ

મયુર રાવલ હળવદ

વીજપોલના વળતર બાબતે આત્મવિલોપનની ચિમકી આપતા પોલીસે 3 ખેડૂતોને ડિટેઈન કરતા મામલો બિચક્યો

વળતર બાબતે સ્પષ્ટતા નહીં કરતા ખેડૂતો કેનાલમાં આપઘાત કરવા જતી વેળાએ પોલીસે ડિટેઈન કરતા વિફેરેલા ખેડૂતોઓ‌ એ કર્યો ચક્કાજામ.

અદાણી કંપનીનાં વિજપોલની કામગીરીમાં વળતર બાબતે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે વિફરેલા ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો, અંતે ડીટેઈન કરેલા ખેડૂતોને મુક્ત કરતા ચકાજામ ખુલ્યો હતો.

હળવદ પંથકમાં ખેતરોમા વિજ લાઈનની કામગીરીથી ખેડૂતોમાં રોશની લાગણી જોવા મળી રહી છે ત્યારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે ખેતરોમાં વિજલપોલ નાખવાની વળતર બાબતે ખેડૂત અને વીજ કંપનીના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા જાણવા મળતી માહિતી મુજબ અદાણી કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટકશન સાથે ખેડૂતના ખેતરમાં પાવરગ્રીડ લાઈન બાબતે ખેડૂતની વગર મંજૂરીએ ખેતરમાં નાખવા જતા ખેડૂતોએ ઇનકાર કરવા છતાં કંપની દાદાગીરી કરતા ના છૂટકે ત્રણ ખેડૂતોએ કેનાલમાં પોતાની જાન આપી આપઘાત કરી લેવા જતા હળવદ પોલીસ દ્વારા તેમને ડીટેઇન કરવામાં આવ્યા હતા જે બાબતની ઘનશ્યામપુર અને આજુબાજુના લોકોમાં જાણ થતા મોટી સંખ્યામાં ઘનશ્યામપુર ગામે લોકો એકત્ર થઈ ચકાજામ કર્યો હતો.
હળવદ પોલીસે ખેડુતોને ડિટેઈન કરતા ગ્રામજનોએ ખેડુતોને મુક્ત કરવાની માંગ સાથે ચક્કાજામ કર્યો હતો.ચક્કાજામ થતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.અંતે ત્રણેય ખેડૂતોને મુક્ત કરતા આખરે મામલો થાળે પડ્યો હતો.

ખેડુત પૃથ્વીરાજસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે પાવર ગ્રીડના પોલ નાખવાથી ખેતરમાં થતું નુકસાન પાક બરબાદી તથા ભવિષ્યમાં ખેતી પર થતી અસરને ધ્યાન લઈને ખેડૂતો દ્વારા પૂરતું અને ન્યાયસંગત વળતર આપવાની માંગ કરવામાં આવી હતી વિજલપોલ અને લાઈન નાખવાના કારણે થયેલ નુકસાન અલગથી વળતર ચૂકવવાની પણ ખેડૂતોએ માંગ કરી હતી. એટલું જ નહીં કંપની વાળાએ કીધું હતું કે તમારી વાડીમાં એક નહીં બે થાંભલા પણ નાખી એ અમારી મરજી છે તો શું અમારી બાપ દાદાની જમીન શું અદાણીના બાપની છે. તેવો‌ સણસણતો સવાલ કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments