Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જિલ્લાના વિવિધ વિકાસ કામો અંગેની સમીક્ષા બેઠક પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના...

મોરબીમાં જિલ્લાના વિવિધ વિકાસ કામો અંગેની સમીક્ષા બેઠક પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાઈ

શ્રમ રોજગાર મંત્રીશ્રી કાન્તિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિ

મોરબી જિલ્લાના વિવિધ વિકાસ કામો અંગેની સમીક્ષા બેઠક ઉચ્ચ, તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ ઉપરાંત મોરબી જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ હતી. આ તકે શ્રમ રોજગાર મંત્રીશ્રી કાન્તિભાઈ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યાં.

આ તકે મંત્રીશ્રીઓએ જિલ્લામાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી જરૂરી સૂચના અધિકારીઓ આપી હતી. તેમજ સરકારની વિવિધ સહાય સરળતાથી મળીને તે પણ અધિકારીઓને સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. આ બેઠકમાં બ્રિજ, વીજળી, રોડ તથા જિલ્લાના ડેમોની સફાઈ સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. વિકાસના કામો ગુણવત્તાયુક્ત કરવા તથા કામમાં વિલંબ કરનાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાની સૂચના મંત્રીશ્રીએ આપી હતી.

આ તકે મંત્રીશ્રી કાન્તિભાઈ અમૃતિયાએ જિલ્લામાં કોઈ પ્રશ્નો ન રહે, લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તે રીતે અધિકારીઓને કામગીરી કરવાની સૂચના આપી હતી.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેધી, ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરીયા, કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી નવલદાન ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments