Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiથર્ટી ફર્સ્ટ પૂર્વે મોરબીમાં બી ડિવિઝન પોલીસનો મોટો દરોડો, રૂ.2.54 લાખનો વિદેશી...

થર્ટી ફર્સ્ટ પૂર્વે મોરબીમાં બી ડિવિઝન પોલીસનો મોટો દરોડો, રૂ.2.54 લાખનો વિદેશી દારૂ જપ્ત

મોરબીમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે બી ડિવિઝન પોલીસે સફળ દરોડો પાડી એક સ્થળેથી જેમસન, J&B, બ્લેક & વાઈટ જેવી મોંઘીદાટ દારૂની 79 બોટલ ઝડપી લીધી છે. સાથે જ એક શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસે લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટેલ સામે કોનેલ સિરામિકની બાજુમાં કેલવી પ્લાઝાના ત્રીજા માળે એક ઓરડીમાં દરોડો પાડી રૂ.2.54 લાખની દારૂની 79 બોટલ ઝડપી લીધી છે. જેમાં જેમસનની 16 બોટલ કિંમત રૂ.94,400, J&Bની 17 બોટલ કિંમત રૂ.52,530, બ્લેક & વાઈટની 13 બોટલ કિંમત રૂ.44,070, રેડ લેબલની 9 બોટલ કિંમત રૂ.27,810, બલેન્ડર્સની 15 બોટલ કિંમત રૂ.30,000, રોયલ સ્ટગની 2 બોટલ કિંમત રૂ.3000 અને રોયલ સ્ટગના 7 ચપલા કિંમત રૂ.2625નો સમાવેશ થાય છે. આ સાથે પોલીસે દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા ઉ.વ.32 રહે.શિવપાર્ક શેરી નં.3, ધરમપુર રોડ, મોરબી-2વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments