Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી બાર એસો.માં માત્ર જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ

મોરબી બાર એસો.માં માત્ર જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ

ચૂંટણી પહેલા જ પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર, મહિલા રિપ્રેઝન્ટેટિવ અને કારોબારીમાં મહિલા સદસ્ય બિનહરીફ જાહેર , બપોરે 12 વાગ્યા સુધીમાં 669 પૈકી 220 વકીલોએ કર્યું મતદાન

મોરબી : મોરબી બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, સેક્રેટરી અને મહિલા રિપ્રેઝન્ટેટિવ બિનહરીફ થયા બાદ આજે જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં 220 જેટલા વકીલોએ મતદાન કર્યું છે.

પ્રમુખ પદ માટે દિલીપભાઇ આર. અગેચણીયા, ઉપપ્રમુખ પદ માટે પારેધી દીપકભાઈ વાલજીભાઇ, મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે ખુશ્બૂબેન યોગેશભાઈ કોઠારી, ટ્રેઝરર પદ માટે નિધિબેન ત્રિભોવનભાઈ વાધડીયા અને કારોબારી સભ્યમાં મહિલા અનામતમાં હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરી, સેક્રેટરી પદ માટે ધ્રુમિલ કિશોરભાઈ ભીમાણી બિનહરીફ થયા જતા. આ ચૂંટણીમાં હવે જોઈન્ટ સેક્રેટરીના પદ માટે 2 ઉમેદવાર અને કારોબારીના 4 પદ માટે 7 ઉમેદવારો મેદાને છે. જેના માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કુલ 669 વકીલો પૈકી બપોર સુધીમાં 220 વકીલોએ મતદાન કર્યું છે. આજે સાંજે જ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ જશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments