મયુર રાવલ હળવદ
સદભાવના વિદ્યાલય ખાતે યોજાયેલા રમતોત્સવ માં ૨૧ જેટલી રમતોમાં ૭૫૦ વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો
હળવદ શિક્ષણ જગતમાં આગવું સ્થાન ધરાવતી સંસ્થા અને હમેશા વિદ્યાર્થીઓના હિતમાં ઉપયોગી અવનવા કાર્યક્રમો સદભાવના વિદ્યાલય ખાતે યોજાય છે ત્યારે વધુ એક ત્રીદિવસીય રમતોત્સવ ૨૦૨૫ નું સદભાવના વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં ૭૫૦ થી વધું વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો,
હળવદ સદ્દભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમશે સદ્દભાવના, જીતશે સદ્દભાવના અને મારી રમત શ્રેષ્ઠ રમત અંતર્ગત રમતોત્સવ ૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, અલગ અલગ રમતો જેવી કે ક્રિકેટ, કબ્બડી, ખો ખો, રસ્સાખેંચ નું આયોજન કરેલ. સાથે સાથે ટૂંકી દોડ, લાંબી દોડ, કોથળા દોડ, ઊંધી દોડ, લંગડી દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, દેડકા ચાલ, લીંબુ ચમચી, બિસ્કીટ ખાઉં, કુદણીયા, ચાંદલા ચોડ, લોટ ફૂંકણી, ફુગ્ગા ફોડ, સંગીત ખુરશી જેવી વિવિધ ૨૧ જેટલી રમતો સ્પર્ધાનું આયોજન કરેલ . આ રમતોત્સવમાં ૭૫૦ થી વધું વિધાઊ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. બાળકોમાં રહેલ શક્તિઓને ઉજાગર કરવા અને બાળકોના સર્વાંગી વિકાસ સાધવા માટે સદ્દભાવના શૈક્ષણિક સંકુલ દ્વારા આ રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ રમતોત્સવને સફળ બનાવવા સદભાવના વિદ્યાલયના એમ ડી દીનેશભાઈ પરમાર, આચાર્ય જીતેશભાઈ પરમાર, સંજયભાઈ સોનગરા, ધર્મેન્દ્રભાઈ લકુમ, વિજયભાઈ ચાવડા,શાળા સંચાલક કે,સી, કણજારીયા, નિકુંજભાઈ પરમાર, સહિતના તમામ શિક્ષકો, કોચ મિત્રો અને સંચાલકોએ ભારે જહેમત ઊઠાવી હતી.
શાળાના સંચાલક સહિતના સ્ટાફ દ્વારા ભારત જેહમત ઉઠાવી વામાં આવી હતી
લોટ ફૂકણી રમતમાં લોટવાળા મોઢા જોઈને મેદાનમાં હાસ્ય ફેલાઈ ગયું હતું સ્પર્ધાઓ જાણે બાળકોના તન મન ને નવી ઉર્જા ચેતના અને સ્ફૂર્તિ આપતું હોય તેમ ઉત્સાહભેર ભાગ લઈને સૌએ વિજેતા બનવાનો પ્રયત્ન કર્યો હતો..













