Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સાયબર માફિયાઓને કમિશનથી બેન્ક એન્કાઉન્ટ ભાડે આપી 24 લાખ સગેવગે કર્યાની...

મોરબીમાં સાયબર માફિયાઓને કમિશનથી બેન્ક એન્કાઉન્ટ ભાડે આપી 24 લાખ સગેવગે કર્યાની ફરિયાદ

પંજાબ બેંકમાં નાણાં જમા થતા બે એજન્ટે એટીએમથી ઉપાડી કમિશન મેળવ્યું

મોરબી : દેશભરમાં હાહાકાર મચાવી રહેલા સાયબર માફિયાઓના એજન્ટ બની બેન્ક કમિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યા બાદ સાયબર માફિયાઓએ છેતરપિંડીથી મેળવેલા રૂ.24.09 લાખ સગેવગે કરનાર મોરબીના વધુ બે આરોપીઓ સામે સાયબર ક્રાઈમ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

સાયબર માફિયાઓ સામે રાજ્ય વ્યાપી ઝુંબેશ અંતર્ગત મોરબી સાયબર ક્રાઈમ પોલીસે શહેરના રેલવે સ્ટેશન પાછળ રોહિદાસપરામાં રહેતા આરોપી સંજય ખેંગારભાઈ સોલંકી અને આરોપી મનોજ મોહનભાઇ ચૌહાણે પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાં સાયબર માફિયાઓ છેતરપિંડીથી જમા કરાવેલ રૂ.24,09,150ની રકમ જમા કરાવ્યા બાદ આરોપીઓએ રૂપિયા 10 હજાર કમિશન મેળવી છેતરપિંડીના નાણાં એટીએમ, ચેકથી ઉપાડી સગેવગે કર્યા હોવાનું સામે આવતા બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments