Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ બાર એસોસિયેશન પ્રમુખ પદની ચૂંટણીમાં ટાઈ, છ-છ મહિના માટે પ્રમુખની સમજૂતીથી...

હળવદ બાર એસોસિયેશન પ્રમુખ પદની ચૂંટણીમાં ટાઈ, છ-છ મહિના માટે પ્રમુખની સમજૂતીથી અનોખો નિર્ણય

મયુર રાવલ હળવદ

પ્રથમ છ માસ માટે હળવદ બ્રહ્મ સમાજના અગ્રણી અતુલભાઇ પાઠક ને હળવદ બાર એસોસિએશનના પ્રમુખ

હળવદ બાર એસોસિયેશનની‌ ૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી.જે ચૂંટણીમાં પ્રમુખ પદ માટે બે એડવોકેટ દાવેદારી નોંધાવી હતી વિ.કે.મકવાણા અને અતુલભાઈ પાઠક એમ બે એડવોકેટ મેદાનમાં હતા. હળવદ બાર એસોસિયેશના કુલ ૯૯ મતદારોમાંથી ૮૫ મતદારો દ્વારા પોતાના મત નો ઉપયોગ કરી મતદાન હતું, જેમાં એક મત ફેઈલ જાહેર થયો હતો. બાકી રહેલા માન્ય મતદાનમાં બંને ઉમેદવારોને સરખા ૪૨-૪૨ મત મળતાં ચૂંટણી પરિણામ ટાઈ થયું હતું. પરિણામ ટાઈ થતાં બાર એસોસિયેશનના સભ્યો વચ્ચે પરસ્પર સમજૂતીથી પ્રશંસનીય અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો.સર્વાનુંમતે બંને ઉમેદવારો છ-છ મહિના માટે પ્રમુખ પદ સંભાળશે. આ નિર્ણયથી હળવદ વકીલ બાર એસોસિયેશનમાં સુમેળ, એકતા અને લોકશાહી પરંપરાનું ઉત્તમ ઉદાહરણ જોવાં મળ્યું હતું,જે અન્ય સંસ્થાઓ માટે પણ એક ઉદાહરણ માર્ગદર્શક બની રહેશે.

હળવદ બાર એસોસિયેશના નવ નિયુક્ત પ્રમખ અતુલભાઇ પાઠક નો ટૂંક પરિચય..

હળવદના સિનીયર એડવોકેટ અતુલભાઈ પાઠક નુ જાહેર જીવન ક્ષેત્રે અનેકવિધ શૈક્ષણીક, સામાજીક અને રચનાત્મક પ્રવૃતિઓમા સતત સકિય કામગીરી બજાવી રહયા છે. ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર છે. તેઓ શહેર ની અનેકવિધ સામાજીક સસ્થાઓ તથા રાજકીય પ્રવૃતિઓમા જોડાઇને લોકોપયોગી સેવાના કાર્યો સતત કરતા રહયા છે.જેઓ હાલમા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ના કો-ઓપ્ટ મેમ્બર છે તથા હળવદ એજયુકેશન સોસાયટી (આઇ.ટી.આઇ.), હળવદ ના ટ્રસ્ટી /માનદમત્રી છે તથા ઔદિચ્ય બ્રાહમણ જ્ઞાતી ટ્રસ્ટ, હળવદ ના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહયા છે. તેમજ શ્રી વૈજનાથ મહાદેવ મદિર ટ્રસ્ટ,હળવદ ના આજીવન સભ્ય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments