મોરબીના વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા આજે રવિવારે વરિયા બોર્ડિંગ ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વરિયા પ્રજાપતિ સમાજના 12 થી 17 વર્ષ અને 18 વર્ષથી વધુ એમ બે કેટેગરીમાં 35થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જેમાં 12 થી 17 વર્ષની કેટેગરીમાં પ્રથમ નંબર મૈજડીયા દ્રષ્ટિ જયેશભાઈ, બીજો નંબર ધરોડિયા યશ કેતનભાઇ, ત્રીજો નંબર નારણીયા હર્ષ વિપુલભાઈએ હાંસલ કર્યો હતો. આ ઉપરાંત પ્રોત્સાહન રૂપે મૈજડીયા ગોપી જયેશભાઈ અને કડીવાર કાવ્યા મયુરભાઈને વિજેતા જાહેર કરાયા હતા. તેમજ 18વર્ષથી વધુની કેટેગરીમાં પ્રથમ નંબર ધરોડિયા હેતલબેન અનિલભાઈ, બીજો નંબર સંખલપરા પલક દીપકભાઈ, ત્રીજો નંબર ઉભડિયા સપના મિહિરભાઈએ હાંસલ કર્યો હતો. પ્રોત્સાહન રૂપે મહેમદાવાદી હિરલ રમેશભાઈ અને કણસાગરા હંસાબેન હસમુખભાઈને વિજેતા જાહેર કરાયા હતા.
સ્પર્ધામાં જજ તરીકે જાણીતા એન્કર સત્યરાજસિંહ જાડેજા, બળવંતસિંહ જાડેજા અને નીરવ માનસેતાએ સેવા આપી હતી. બંને કેટેગરીમાં પ્રથમ વિજેતાને 3,100 – 3,100 રૂ.નું ઇનામ સંસ્થાના ટ્રસ્ટ્રી અને કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા તરફથી તેમના જન્મદિવસ નિમિત્તે આપવામાં આવ્યું હતું
જ્યારે કાર્યક્રમમાં મંડપ સર્વિસની સેવા અને કાર્યકમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો માટે નાસ્તો છગનભાઇ રામજીભાઈ ઉભડિયા (સદગુરુ મંડપ સર્વિસ, મોરબી) દ્વારા કરાવામાં આવ્યો હતો. જ્યારે સાઉન્ડ સિસ્ટમનની સેવા વરિયા મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની યુવા સંચાલક ટીમ અને મહિલા ટીમના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.














