મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 22 ડિસેમ્બર ને સોમવારના રોજ 2845 ક્વિન્ટલ એટલે કે 14225 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1600 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે.
આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 580 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1266 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 545, તલના 1836, જીરુંના 3800, બાજરાના 581, અડદના 1268 અને ચણાના 989 સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 800, કારેલાના 700, ગુવારના 1800, ભીંડાના 1200, ટમેટાના 960, કોબીજના 300, કાકડીના 600, લીંબુના 500, દુધીના 260 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.









