મોરબી : કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC) દ્વારા SPREE યોજના તથા ESICના વિવિધ લાભો અંગે વિગતવાર માહિતી આપવા માટે આગામી તારીખ 26 ડિસેમ્બરને શુક્રવારના રોજ એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટિંગ શુક્રવારે બપોરે 3 કલાકે મોરબીના લખધીરપુર રોડ પર રિયલ પ્લાઝા ખાતે આવેલ મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે યોજાશે.
આ મીટિંગમાં ESIC અમદાવાદના ડિરેક્ટર જય પ્રકાશ, ESIC અમદાવાદના ડિરેક્ટર વૈભવ મિત્તલ અને મોરબીના ESIC શાખા કાર્યાલયના શાખા પ્રબંધક પંકજ કુમાર ઉપસ્થિત રહેશે. મીટિંગમાં SPREE યોજના હેઠળ નોંધણી અંગે વિગતવાર માહિતી અપાશે. સાથે જ વિવિધ ESIC લાભો વિશે માહિતી અપાશે અને ESIC લાભો તથા પ્રક્રિયા સંબંધિત પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. આ મીટિંગમાં મોરબી જિલ્લાના તમામ નોકરીદાતાઓને હાજરી આપવા વિનંતી કરાઈ છે. જેથી ESIC SPREE યોજના તથા ESICના લાભોની સંપૂર્ણ માહિતી મેળવી તેનો લાભ લઈ શકાય.










