Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ગંગાસ્વરૂપ મહિલા સહાય સમિતિ દ્વારા 22 ફેબ્રુઆરીએ 10માં સમૂહલગ્નનું આયોજન

મોરબીમાં ગંગાસ્વરૂપ મહિલા સહાય સમિતિ દ્વારા 22 ફેબ્રુઆરીએ 10માં સમૂહલગ્નનું આયોજન

9 વર્ષોમાં 295 થી વધારે દીકરીઓને તમામ કોડ પુરા કરી ઠાઠમાઠથી લગ્ન કરાવી ઘરસંસાર વસાવ્યો

મોરબી : મોરબીમાં નિઃસહાય, ગંગા સ્વરૂપ મહિલાઓ માટે એક અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ગંગાસ્વરૂપ મહિલા સહાય સમિતિ લાયન્સ ક્લબ મોરબી સિટી દ્વારા આગામી તા. 22-2-2026 ને રવિવારના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. કરિયાવરમાં દીકરીઓને સોના-ચાંદી સહીત ઢગલાબંધ વસ્તુઓ આપવામાં આવશે.

આ સેવાયજ્ઞમાં સૌથી શિરમોર પ્રવૃત્તિ સમૂહલગ્નની છેલ્લા 9 વર્ષથી શરૂ કરવામાં આવી છે, જેમાં અસહાય વિધવા મહિલાઓ, વિધુર અને સમાજના વંચિત વર્ગની દીકરીઓના પ્રતિ વર્ષ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક દીકરીને અંદાજે રૂ. 1 લાખની કિંમતની ઘરવખરી, કબાટ, પલંગ, ગાદલા, ઓશીકા, રસોડાની તમામ ચીજવસ્તુઓ, પાંચ સાડી, પાંચ ડ્રેસ, મેકઅપના શણગારના સાધનો સહિતની સહાય કરવામાં આવે છે. તથા દરેક યુગલ દીઠ 60 વ્યક્તિઓ આ શુભ અવસરમાં લાભ લઇ શકે તે મુજબ ચા, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

મોરબીના ઉમાઝ બ્યુટી પાર્લરના ઉમાબેન સોમૈયા દ્વારા દરેક દીકરીઓને નિ:શુલ્ક દુલ્હનનો શણગાર સજી, તૈયાર કરી આપવામાં આવે છે. આ 9 વર્ષોમાં 295 થી વધારે દીકરીઓને શ્વસુરગૃહે વળાવવામાં આવી હોવાનું જણાવેલ છે. આગામી તા. 22-2-2026ના રવિવારે આ મુજબના 10માં સમૂહલગ્નનું આયોજન કરાયું છે. અને આ વર્ષે મોરબી શહેરના ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને લાયન્સ ક્લબના સભ્યો તરફથી કરિયાવર ઉપરાંત સોના ચાંદીના ઘરેણાઓ પણ આપવામાં આવશે.
આ સમૂહલગ્નમાં જોડાવવા ઈચ્છતા હોય તેઓ વર કન્યાના 2 ફોટા, બન્નેના જન્મતારીખના ઓરીજીનલ દાખલા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, માતા – પિતા તથા બ્રાહ્મણનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, ચુટણી કાર્ડની ઝેરોક્ષ, કન્યાની બેંક પાસબૂકની ઝેરોક્ષ માતા – પિતાનો મરણ દાખલો લઇ મહંત બાબુભાઈ સાંઈ મંદિર મો. નં. 9909215755, લા. ટી.સી.ફૂલતરિયા મો. નં
8849948925, બાલુભાઈ કડીવર મો. નં. 9979891217, રણછોડભાઈ કૈલા મો. નં. 9825808282, સંપર્ક કરવો તથા મહંત બાબુભાઈ – સાંઈ મંદિર, રણછોડ નગર, મોરબી પાસેથી ફોર્મ મેળવવાનું તથા પરત આપવાનું રહેશે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. 22-1-2026 છે.

મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ તરફથી 15 વર્ષથી વિવિધ સેવાકાર્ય શરૂ કરવામાં આવેલ છે. આ સેવાકાર્ય દેવકરણભાઈ આદ્રોજા અને ચંદ્રકાંતભાઈ દફતરી તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞ મોરબી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં 14 કેન્દ્રો દ્વારા ચાલી રહ્યો છે. અને આ સેવાકાર્યોને મોરબી શહેરના ઉદ્યોગપતિઓ , વ્યાપારીઓ, લાયન્સ ક્લબના સભ્યો અને સમાજના દરેક સ્તરમાંથી ખુબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments