મોરબી : મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકાએ પોતાની સ્થાપનાના એક વર્ષ પૂર્ણ કર્યા હોવાના ઉપલક્ષ્યમાં મોરબી કોર્પોરેશન ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે આજે 24 ડિસેમ્બરના રોજ વૃક્ષારોપણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ અંતર્ગત મોરબી મહાનગરપાલિકાની મુખ્ય બિલ્ડિંગ તેમજ શહેરની વિવિધ ક્લસ્ટર ઓફિસોમાં વ્યાપક પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન અંદાજે 550થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.














