Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગર પાલિકાની ઉજવણી અંતર્ગત MMCના ક્રમચારીઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી મહાનગર પાલિકાની ઉજવણી અંતર્ગત MMCના ક્રમચારીઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી મહાનગર પાલિકાની ઉજવણીના ભાગ રૂપે તા. ૨૪ થી તા. ૩૧ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન મોરબી મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. માનવીય જીવન બચાવવા માટે રક્ત મહત્વનો ભાગ ભજવે છે, મોરબી મહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા માનવ જીવન બચાવવા માટે મહત્વનું ગણાતું રક્તદાન કરવામાં આવ્યું હતું, હતું. MMC ના બહોળા પ્રમાણમાં કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો.

મોરબી મહાનગર પાલિકાએ ૧ વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યું હોય, જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા તા. ૨૪ થી ઉજાણી સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે, જેમાં તા. ૨૪ ના સાંજે રક્તદાન કેમ્પ યોજાયો હતો, સાંજે ૫:૦૦ થી ૭:૩૦ સુધી મોરબી મહાનગરપાલિકા સંચાલિત કોમ્યુનીટી હોલ, સરદારબાગ ખાતે મહાનગર પાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર તમામ MMC ના કર્મીઓને સર્ટિફિકેટ વિતરણ કર્યા હતા,

મોરબી મહાનગર પાલિકા દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદેશ માનવ જીવન બચાવવા માટે એક ડગલું આગળ આવવાનો રહ્યો છે, જેમાં MMC ના તમામ શાખાધિકારી તથા કર્મચારીઓ એ રક્તદાન કરી સમાજમાં માનવ જીવન બચાવવાનો મેસેજ આપ્યો હતો. આ કાર્યક્રમ માં કમિશનર સ્વપ્નિલ ખરે IAS , નાયબ કમિશનર કુલદીપસિહ વાળા ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments