Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રફાળેશ્વર પાસે ભંગારના ડેલામાં અને રવાપર રોડ ઉપર કચરાના ઢગલામાં આગ

મોરબીના રફાળેશ્વર પાસે ભંગારના ડેલામાં અને રવાપર રોડ ઉપર કચરાના ઢગલામાં આગ

મોરબી : મોરબીમાં આજે બે સ્થળોએ આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક રવાપર રોડ ઉપર અને બીજી રફાળેશ્વર પાસે આગ લાગી હતી.

મોરબીના રફાળેશ્વર ફાટક પાસે આવેલ પટેલ પેપર એન્ડ સ્ક્રેપમાં પડેલા ભંગારમાં કોઈ કારણોસર બપોરે આગ લાગી હતી. આ મામલે ફાયરની ટીમને જાણ થતાં ત્યાં દોડી જઇ આગ બુઝાવી હતી. બીજા બનાવમાં સાંજે મોરબીના રવાપર રોડ ઉપર મામા ફટાકડા સામે એક વંડામાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. ફાયરની ટીમે અહીં પણ દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments