Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiMMC@1 સાથે સોશિયલ મીડિયામાં સેલ્ફી મૂકી પુરસ્કાર જીતવાની તક

MMC@1 સાથે સોશિયલ મીડિયામાં સેલ્ફી મૂકી પુરસ્કાર જીતવાની તક

મોરબી : મોરબી મહાનગરપાલિકાની રચના થયાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઉજવણીના ઉપલક્ષમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા સોશિયલ મીડિયા પર #MMC@1 સાથે વિકાસ કાર્યો સાથેની સેલ્ફી અપલોડ કરી ઈનામો જીતવાનો મોકો આપ્યો છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ 25 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર સુધી આ સેલ્ફી અપલોડ કરવાની સ્પર્ધા રાખવામાં આવી છે. જેમાં કોઈપણ નાગરિક મોરબી શહેરની પ્રગતિ, વિકાસ અને ગૌરવની કહાની એટલે કે મોરબી મહાનગરપાલિકા દ્વારા થયેલા રોડ, બ્રિજ, ગાર્ડન, લાઈબ્રેરી, લાઈટિંગ, સ્વચ્છતા અને અનેક વિકાસ કાર્યો સાથે સેલ્ફી લઈને પોતાના ઈન્સ્ટાગ્રામ, ફેસબુક કે ટ્વિટર પર પોસ્ટ કરી શકશે. આ સેલ્ફી પોસ્ટ કરતી વખતે #MMC@1 હેશટેગ મારવું ફરજિયાત છે. સાથે જ #Morbi #MorbiMunicipalCorporation #CitizenParticipation #MorbiDevelopment #ProudMorbi #UrbanDevelopment #MyMorbi #PublicParticipation #SmartCityMorbi હેશટેગનો ઉપયોગ કરવા જણાવાયું છે. આ તમામ સેલ્ફીમાંથી મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ નંબરને 2500 રૂ., બીજા નંબરને 1500 રૂ. અને ત્રીજા નંબરને 1000 રૂ.નું ઈનામ આપવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments