ટંકારા : બાબરીયા સુરાપુરાધામ ટંકારા ખાતે સમસ્ત બાબરીયા પરિવાર દ્વારા તા. 28-12-2025 ને રવિવારના રોજ બપોરે 2:30 કલાકે ટોળ અમરાપર રોડ, નદી પાસે, મુ. ટંકારા ખાતે કોળી ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાશે.
મહત્વનું છે કે, મોરબી જિલ્લા કોળી ઠાકોર ગ્રુપના માધ્યમથી મોરબી શહેર તાલુકા, વાંકાનેર શહેર તાલુકા, હળવદ શહેર તાલુકા, માળીયા મિયાણા તાલુકા, ટંકારા શહેર તાલુકા, વિસ્તારોમાં ચાલતા સમસ્ત કોળી સમાજના વિવિધ મંડળો, ગૃપો, સંસ્થાઓના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરોનું તેમજ મોરબી જિલ્લામાં આવેલ તમામ તાલુકાના દરેક ગામના સામાજિક અગ્રણી, રાજકીય આગેવાનોનું સ્નેહમિલન રાખેલ છે.









