Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનીલકંઠ સ્કૂલ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તેમજ બિઝનેસ ટાયકૂનનું આયોજન

નીલકંઠ સ્કૂલ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તેમજ બિઝનેસ ટાયકૂનનું આયોજન

મોરબી : નીલકંઠ સ્કૂલ- મોરબી દ્વારા તા. 27/28 ડિસેમ્બર ના રોજ બે દિવસીય ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તેમજ બિઝનેસ ટાયકૂન-2025 નું ધમાકેદાર આયોજન રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ઘુનડા રોડ ખાતે કરવામાં આવનાર છે.

ભારતીય સંસ્કૃતિ પ્રદર્શનીમાં 51 શક્તિપીઠ, 16 સંસ્કાર, 12 જ્યોતિર્લિંગ, 4 વેદ,પૌરાણિક મંદિરોના મોડેલ દ્વારા ધો-6 થી 9ના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવશે. સાથે સાથે આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ અને ફ્રી દવાનું વિતરણ કરવામાં આવશે. વધુમાં નીલકંઠ કોમર્સ સ્કૂલ ના બાળકો બિઝનેસ ટાયકૂનનું આયોજન કરનાર છે. ધંધાકીય ક્ષેત્રમાં વિશ્વ ભરમાં ડંકો વગાડનાર મોરબીમાં ધંધાકીય પ્રવૃત્તિ આધારિત બિઝનેસ ટાયકૂનની સૌપ્રથમવાર 2014માં આયોજન કરનાર નીલકંઠ સ્કૂલના 10 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ન ભૂતો ન ભવિષ્ય એવું અદકેરું આયોજન કરવામાં આવનાર છે. જેમાં અલગ અલગ પ્રકારના 20 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવશે અને અમારી નીલકંઠ કોમર્સ સ્કૂલ ના ધો-11ના બિઝનેસમેન દ્વારા વેપાર કરવામાં આવશે. આ સાથે ઓપન મોરબી ડાંસ કોમ્પિટિશન નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ બધાની સાથે વિઝિટર માટે ખાસ મેમરી ગેમ્સ અને વિનરને સ્યોર ગિફ્ટ આપવામાં આવશે. તેમજ મુલાકાત લેનાર લોકો માટે મેગા પ્રાઈઝ સાથેના લક્કી ડ્રો નું પણ આયોજન કરાશે. મુલાકાત લેનાર લોકોને જુદી જુદી ગેમ દ્વારા 100 થી પણ વધુ ઇનામો આપવામાં આવશે. 2 દિવસના આયોજનમાં મોરબી શહેરના અંદાજિત 20,000 થી વધુ લોકો મુલાકાત લેશે.આમ મોરબીની જનતાને એક જ સ્થળે જ્ઞાન, ઉપચાર, મનોરંજન, શોપિંગ, વગેરેનો લાભ મળશે. નીલકંઠ સ્કૂલના ટ્રસ્ટી નવનીતભાઈ કાસુન્દ્રા અને જીતુભાઈ વડસોલા દ્વારા નીલકંઠ સ્કૂલના બાળ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા મોરબીની જનતાને ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમ તારીખ-27 ડિસેમ્બર,શનિવાર સમય:- બપોરે 3 થી રાતે 10 સુધી અને તારીખ- 28 ડિસેમ્બર, રવિવારે સમય સવારે 9 થી રાતે 10 સુધી

સ્થળ:- રામેશ્વર ફાર્મ,ધુનડા રોડ,મોરબી ખાતે યોજાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments