મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધીમાં 2025 પશુ પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડીને આસપાસની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમીટ અપાઈ છે. આ ઉપરાંત 31 નાગરિકોના પેટડોગ રજિસ્ટ્રેશન કર્યા છે. પશુ માલિકોને રજિસ્ટ્રેશન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગ રજિસ્ટ્રેશન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત કુલ મળીને 135 પશુપાલકોના 835 પશુઓના RFID તથા ટેગિંગ કરવામાં આવ્યું છે અને RFID તથા ટેગિંગની કામગીરી હજુ પણ ચાલી રહી છે.











