સામાન્ય, મહિલા અને અનુ. જાતિ/અનુસુચિત જનજાતિ બેઠક પર સહકાર પેનલના 13 ઉમેદવારો મેદાને
મોરબી : ધી મોરબી પીપલ્સ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. મોરબી વ્યવસ્થાપક સમિતિના સદસ્યોની ચૂંટણી આગામી તારીખ 28 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 9 થી 3 વાગ્યા સુધી મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીમાં સહકાર પેનલ મેદાનમાં ઉતરી છે અને જીતની પ્રબળ દાવેદારી નોંધાવી છે.
મગનભાઈ વડાવિયા (ડિરેકટરશ્રી, કૃભકો- ન્યુ દિલ્હી, વાઈસ ચેરમેન, રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લી.), અમૃતલાલ વીડજા (ડિરેકટર, રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લી.), ધનજીભાઈ કુંડારિયા (ડિરેકટર, રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લી.), ભવાનભાઈ ભાગીયા (ચેરમેન, એ.પી.એમ.સી.– મોરબી), વિજયભાઈ હુંબલ (ડિરેકટર, એ.પી.એમ.સી.– મોરબી), વિનુભાઈ લોરીયા (ડીરેકટર, એ.પી.એમ.સી.– મોરબી), નવીનભાઈ ફેફર (ચેરમેન, મોરબી તાલુકા ખરીદ વેચાણ સંઘ લી.), મનહરભાઈ બાવરવા (ચેરમેન, માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘ), બાબુભાઈ ઉઘરેજા (ચેરમેન, મોરબી માળિયા પ્રોસેસીંગ કો.ઓપ.સો.લી.), જયંતિલાલ દેત્રોજા (ડિરેકટર, રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ), મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા (ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા પ્રકાશન), મનસુખભાઈ ભાડજા (ડિરેકટર, રાજકોટ જિલ્લા સહકારી સંઘ), અમરશીભાઈ દેત્રોજા (પ્રમુખ, મોરબી વિભાગ સેવા સહકારી મંડળી), રસીકભાઈ ગોવિંદભાઈ બરાસરા (સામાજિક આગેવાન), બળવંતભાઈ કોટડિયા (સહકારી આગેવાન) પ્રેરિત સહકાર પેનલના ઉમેદવારો ઉગતા સૂરજના નિશાન સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
સહકાર પેનલના ઉમેદવારોમાં સામાન્ય બેઠક પર કાનજી રઘુભાઈ ભાગીયા, કિશોર પ્રભાતભાઈ રાઠોડ, ગણેશભાઈ મોહનભાઈ પડસુંબિયા, દલસુખભાઈ વાઘજીભાઈ પટેલ, દેવકરણ મોહનભાઈ બાવરવા, ધનજીભાઈ ગણેશભાઈ કંઝારીયા, પ્રભુલાલ વીરજીભાઈ પનારા, પ્રાણજીવન છગનલાલ જાકાસણીયા, શાંતીલાલ હરીભાઈ બાવરવા, હસમુખ કરશનભાઈ અમૃતીયા, મહિલા બેઠક પર પુષ્પાબેન હસમુખભાઈ હળવદીયા, સુષ્માબેન ગોવિંદભાઈ પટેલ, અનુ. જાતિ/અનુસુચિત જનજાતિ બેઠક પર જમનાદાસ અમરાભાઈ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે. મતદાન કરતા સમયે આધાર કાર્ડ અથવા ફોટાવાળુ ઓળખ કાર્ડ સાથે રાખવા મતદારોને જણાવાયું છે અને ઉગતા સૂરજના નિશાન પર સિક્કો લગાવી સહકાર પેનલના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરાઈ છે.











